અખા ભગત 




જન્મ :    ૧૫૯૧

જન્મ સ્થળ  : જેતલપુર , અમદાવાદ

મૂળ નામ :  અક્ષયદાસ સોની

પ્રસિદ્ધ સાહિત્ય :  છપ્પા

બિરુદ :  હસતો ફિલસૂફ ( ઉમાશંકર જોશી ), જ્ઞાનનો વડલો, વેદાંત કવિ 

ગુરુ :  બ્રમ્હાનંદ(જ્ઞાન ગુરુ ),ગોકુળનાથ

મૃત્યુ :  ૧૬૫૬

    અખા રહિયાદાસ સોની، જેઓ અખા ભગત અથવા અખો તરીકે વધુ જાણીતા છે, ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક છે. (આશરે ૧૬૧૫ - આશરે ૧૬૭૪)
 તેઓ બહુ શરૂઆતના ગુજરાતી સાહિત્યકારોમાંના એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીના ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે

જીવન :- 

        અખાએ જેતલપુરથી આવીને અમદાવાદમાં વસવાટ કર્યો હતો. આજે પણ ખાડિયાની દેસાઈની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે.

 

         જીવનના શરૂઆતના ગાળામાં તેઓ સોનીનો વ્યવસાય કરતા હતા. પછીથી તેમણે માનેલી ધર્મની બહેને તેમની સાથે વિશ્વાસઘાત કરતાં તેમનો સમાજ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તેમણે એક ગુરૂનું શરણ લીધું. પણ જ્યારે અખા ભગતને ખબર પડી કે તે ગુરૂ પણ ઢોંગી છે, ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે સમાજમાં બધી જ જગ્યાએ ઢોંગ અને અસત્ય ચાલે છે. 

સર્જન : - 

                - છપ્પા

         આ સાથે તેમણે છપ્પા લખવાનું ચાલુ કર્યું. અખાના છપ્પામાં સમાજમાં રહેલા આડંબર પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે. એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ જેવા છપ્પાઓમાં અખા ભગતે ધર્મને નામે ચાલતી અંધશ્રદ્ધાને વર્ણવી છે.


        અખાએ કુલ ૭૪૬ છપ્પા લખેલા છે. જે ૪૪ અંગમાં અને આ અંગોને મુખ્ય ચાર અંગવર્ગમાં વહેંચી શકાય. જોકે અખાએ આ વિભાગો પાડેલા નથી, પરંતુ તેમનાં છપ્પાઓમાં વર્ણવાયેલ વિચારોને ધ્યાને રાખી વિદ્વાનોએ  વર્ગીકરણ કર્યું છે.


            - જાણીતી રચનાઓ

                    - ફેરફાર કરો

                    - પંચીકરણ

                    - અખેગીતા

                    - ચિત્ત વિચાર સંવાદ

                    - ગુરૂ શિષ્ય સંવાદ

                    - અનુભવ બિંદુ

                    - બ્રહ્મલીલા

                    - કૈવલ્યગીતા

                    - સંતપ્રિયા

                    - અખાના છપ્પા

                    - અખાના પદ

                    - અખાજીના સોરઠા