કવિ દુલા ભાયા કાગ,kavi dula bhaya kag

                               દુલા ભાયા કાગ


કવિ દુલા કાગ
જન્મ૨૫ નવેમ્બર ૧૯૦૩
સોડવદરી, મહુવા તાલુકોભાવનગર જિલ્લો[૧]
મૃત્યુ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૭
મજાદર ‍(હવે, કાગધામ), રાજુલા તાલુકોઅમરેલી જિલ્લો
ઉપનામકાગ
રાષ્ટ્રીયતાભારતીય
વિષયહિંદુ ધર્મ, આધ્યાત્મ, ગાંધીવાદ
સાહિત્યિક ચળવળશિક્ષણ, ભૂદાન
નોંધપાત્ર સર્જનોકાગવાણી
નોંધપાત્ર પુરસ્કારોપદ્મશ્રી (સાહિત્ય માટે)
સંતાનોરામભાઈ દુલાભાઈ કાગ.


જીવન :

તેમનો જન્મ મહુવાના નજીકના સોડવદરી ગામે થયો હતો.[૧] અન્ય સ્રોત મજાદર ગામને દુલાકાગની જન્મ ભૂમિ ગણાવે છે. [૩] તેમના પિતાનું નામ ભાયા ઝાલા કાગ અને માતાનું નામ ધનબાઈ હતું. તેમણે માત્ર ૫ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું અને ત્યાર બાદ તેમના કૌટુંબિક વ્યવસાય, ખેતીમાં જોડાયા. ઢોરોને ચરવવા જતા ત્યારે મળનારા સ્મયમાં તેઓ પદ્ય રચનાઓ કરતા.[૪] તેમણે તેમની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં અર્પી દીધી હતી. તેમણે રતુભાઇ અદાણી સાથે મળી જુનાગઢમાં લોકસાહિત્યની શાળા નું નિર્માણ તથા ભાવનગરમાં "ચારણ બોર્ડિંગ હાઉસ" જેવી સંસ્થાઓ સ્થાપી હતી. તેઓ ચારણ હિતવર્ધક સભાન પ્રમુખ પણ રહ્યા હતા.[૪] ભવનાથ જેવા શિવરાત્રી એ ભરાતા લોકમેળામાં ભક્તો માટે ઊતારા તરીકે ઓળખાતા રાતવાસામાં દુલાકાગનો ઉતારો જાણીતો હતો..
        
  • ચારણી સાહિત્યનું જતન. ચારણી લોકસાહિત્યની છાંટવાળી એમની કૃતિઓ પદ, ભજન, પ્રાર્થના, દુહા, મુક્તક, સોરઠા જેવા અનેક સ્વરૂપોમાં સચવાયેલી છે.
  • ભક્તિ, જ્ઞાન, નીતિ, ભૂદાન પ્રવૃત્તિ અને પ્રાચીન કથાનકો વિશે રચનાઓ.
  • પારંપરિક લોકવાણિને નૂતન યુગના સંદર્ભમાં વિનિયોગ દ્વારા નાનકડી ક્રાંતિનું સર્જન.

•સર્જન :

તેમણે જ્ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળી પદ્ય સર્જન કર્યું છે. તેમની કવિતાઓમાં રાષ્ટ્રવાદી છાંટા પણ ઉપસે છે. તેમણે ગાંધીવાદી વિચાર ધારા અને ભૂદાન યોજના સંબંધીત રચનાઓ ગરબા સ્વરૂપે કરી હતી.[૪] તેઓ તેમની ગ્રંથમાળા કાગવાણીના આઠ ભાગ માટે જાણીતા છે, જે ભજનો, રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે.

  • કાગવાણી - ભાગ ૧ (૧૯૩૫), ૨ (૧૯૩૮), ૩ (૧૯૫૦), ૪ (૧૯૫૬), ૫ (૧૯૫૮), ૬ (૧૯૫૮), ૭ (૧૯૬૪)
  • વિનોબાબાવની (૧૯૫૮)
  • તો ઘર જાશે, જાશે ધરમ (૧૯૫૯)
  • શક્તિચાલીસા (૧૯૬૦)
  • ગુરુમહિમા
  • ચન્દ્રબાવની
  • સોરઠબાવની
  • શામળદાસ બાવની

ઝવેરચંદ મેઘાણીના અવસાન પર કવિ કાગે તેમને શ્રદ્ધાંજલી આપતો એક દુહો રચ્યો હતો:[૬]

"છંદ, કવિતા , સોરઠા , સોરઠ સર્વની, એટન રોયણ રાતે પાણી , મરતન મેઘાણી."