" જોઈ શકાય છે..........."

                       જોઈ શકાય છે.........

ફસાયેલા કચરાને આગળ ધકેલતું ઝરણું જોઈ શકાય છે,
આગળ વધતા માણસને રોકતો માણસ પણ જોઇ શકાય છે;

વિનમ્રતાથી સજ્જ વૃક્ષો જોઈ શકાય છે,
અભિમાનથી ભરપૂર માણસ પણ જોઈ શકાય છે;

સૂર્ય પાસે રહેલું તેજ વરસાવે છે જોઈ શકાય છે,
માનવી પાસે રહેલું જ્ઞાન પણ છૂપાવે છે જોઈ શકાય છે;

માનવરૂપી અનેક ભક્તો ઇશ્વર પાસે જોઈ શકાય છે,
સાચી ભક્તિ બધા ભક્તોમાં પણ નથી જોઈ શકાય છે;

વફાદારીનો ગુણ કૂતરા પાસે છે જોઈ શકાય છે,
માણસાઈ માણસ પાસે પણ નથી જોઈ શકાય છે;

સપૂતોને મોતથી બચાવતી કુદરત જોઈ શકાય છે,
પોતાના માવતરને મોતે મુકતો માણસ પણ છે જોઈ શકાય છે;

અનંત-અખૂટ આપનાર કુદરત છે જોઈ શકાય છે,
તેને દૂષિત કરનાર માણસ પણ છે જોઈ શકાય છે;
                                        - NITS GOHIL