ગુજરાતીનો વિકાસ : બીજી ભૂમિકા, ત્રીજી ભુમિકા

         


"ઇંગ્લશમાં બોલવું એ કદાચ સારા વ્યક્તિત્વની નિશાની હશે ..
પણ માતૃભાષામાં બોલવું એ મારી સંસ્કૃતિ છે."

   [2] ગુજરાતીનો વિકાસ : બીજી ભૂમિકા

 : ૧ : ઈ.સ. ૧૨૯૭ માં ગુજરાત પર અલ્લાઉદ્દીન ખીલજીનું આક્રમણ આવે છે અને પરિણામે ગુજરાતમાં મુસ્લિમ રાજ્ય - અમલનાં મંડાણ થાય છે . ગુજરાત રાજસ્થાનના સાંસ્કૃતિક સંબંધો એને કારણે શિથિલ થયા હશે એમ જણાય છે . ઈ.સ. ૧૪૦૭ માં તો ગુજરાતની સલ્તનત સ્વતંત્ર બને છે અને દિલ્હી સાથેના એના સંબંધનો તંતુ પણ કપાઈ જાય છે . ઈ.સ .૧૪૧૧ માં ગુજરાતની રાજધાની પાટણથી ખસીને અમદાવાદ આવે છે – ગુજરાત - રાજેસ્થાનને એ રીતે છેટું પડવા લાગે છે . બીજી બાજુથી રજપૂતાનાનાં રાજ્યો દિલ્હીની નિકટમાં રહે છે અને તેનો ભાષા કીય પ્રભાવ ઝીલે છે . આનું પરિણામ એ આવે છે કે ગુજરાત અને રાજસ્થાનની ભાષાઓ અલગ પડવા લાગે છે .

                    ગુજરાતી - રાજસ્થાની - માળવી જૂથમાંથી સૌથી પહેલી જયપુરી ઈ.સ. પંદરમાં શતકના આરંભમાં છૂટી પડે છે . ત્યારબાદ પંદરમી સદીમાં જ ગુજરાતી , મારવાડી અને માળવી પણ જુદી પડે છે . સોળમી સદીથી ( નરસિંહ - ભાલણના સમયથી ) ગુજરાતી લગભગ આજના ગુજરાતની ભાષા તરીકે વિકસવા લાગે છે . 

              આ ગુજરાતીની બીજી ભૂમિકા કે મધ્યકાલીન ગુજરાતી . ઈ.સ .૧૬૫૦ સુધી એટલેકે અખાના કવનકાળ સુધી આ ભૂમિકા ચાલુ રહે છે . એટલે ગુજરાતીની બીજી ભૂમિકાનો  સમય આપણે ઈ.સ.ની પંદરમી સદીથી સત્તરમી સદીના પૂર્વાર્ધ સુધીનો ગણી શકીએ . 

             : ૨ : આ બીજી ભૂમિકાનાં , એને પહેલી ભૂમિકાથી ( અને રાજસ્થાનીથી ) જુદી પાડનારાં કેટલાંક ભાષાલક્ષણો આ પ્રમાણે છે : 

             ધ્વનિવિકાસની દૃષ્ટિએ , ( ૧ ) અપભ્રંશના ' અઈ ' અને ' અઉ ' એ સ્વરયુગ્મોને સ્થાને અમુક પરિસ્થિતિઓમાં વિવૃત ' ઍ ' અને ' ઑ ' આવે છે . જેમકે પસડુ પરથી ‘ પેસે ' , વડ પરથી ચૉક ' ઇત્યાદિ . વિવૃત ‘ ’ અને ‘ ઑ ' ગુજરાતીની એક આગવી લાક્ષણિકતા બની રહે છે .

           ( ૨ ) બીજા અક્ષરમાં ‘ આ ’ હોય ત્યારે પહેલા અક્ષરના ‘ આ’નો ‘ આ ’ થાય છે . જેમકે “ આણાવઈ ” નું ‘ અણાવે ' , ‘ આવાસ’નું ‘ અવાસ ’ , આષાઢ’નું ‘ અસાડ ' .

           ( ૩ ) અનન્ય ‘ ઈ ’ અને ‘ ઉ'નો ‘ આ ’ થાય છે . જેમકે તિવનું ‘ લખે ' , શુકનું ‘ છરો ’ થાય છે . 

          ( ૪ ) સ્વીકૃત શબ્દોમાં ‘ આ’નો આગમ વડે સંયુક્ત વ્યંજનો વિશ્લિષ્ટ બને છે . જેમકે , “ ધર્મ'નું “ ધરમ ' , ‘ સૂત્ર'નું સૂતર ' , તર્ફીનું ‘ તરફ ' વગેરે . 

         ( ૫ ) મધ્યવર્તી લ’નો ‘ ળ ' થાય છે . જેમકે मिलईનું ‘ મળે ’ થાય છે . ખરેખર તો આ પ્રક્રિયા પ્રાકૃત - અપભ્રંશથી શરૂ થઈ ચૂકેલી હોવાનું હવે મનાય છે .

         ( ૬ ) ‘ ઈ ’ ‘ ઉ'માં હ્રસ્વત્વ - દીર્ઘત્વભેદનો લોપ આ સમયનો જ વિકાસ છે . 

             રૂપવિકાસની દૃષ્ટિએ , ( ૧ ) કર્મણિનું ‘ આ ’ પ્રત્યયવાળું નવું રૂપ પ્રચારમાં આવે છે . જેમકે कारीइ ને સ્થાને ‘ કરાય ' . 

          ( ૨ ) વર્તમાનકાળના પહેલો પુરુષ બહુવચનનું ' ઈએ'વાળું રૂપ ( " કરીએ ' : જૂનું રૂપ करहू ) જેવાં નવાં આખ્યાતિક રૂપો સિદ્ધ થાય છે . 

          ( ૩ ) इसीउ , रहइं  જેવા કેટલાક પ્રયોગો રાજસ્થાનીમાં સીમિત રહે છે . ગુજરાતીમાં इसीउને સ્થાને “ એહવઉં ' અને રહીને સ્થાને નઈ ' અનુગ પ્રચલિત થાય છે . 

            શબ્દભંડોળની દૃષ્ટિએ , ( ૧ ) પુરાણો સાથે પ્રસ્થાપિત થયેલા ગાઢ સંપર્કને કારણે સંસ્કૃત તત્સમ શબ્દો અને સમાસરચનાઓ પ્રચુર માત્રામાં નજરે પડે છે .

              ( ૨ ) મુસ્લિમો સાથેના ગાઢ સંપર્કને કારણે અનેક ફારસી - અરબી શબ્દો પણ ભાષામાં ઉમેરાય છે . 


             [ 3 ] ગુજરાતીનો વિકાસ : ત્રીજી ભૂમિકા 

:૧ : બીજી ભૂમિકામાં ભાષામાં જે લક્ષણો વિકસતાં બતાવ્યાં છે તે સત્તરમી સદીના પૂવધિ સુધીમાં ભાષાનાં સ્થિર અંગરૂપ બની જાય છે અને સત્તરમી સદીના ઉત્તરાર્ધથી એટલે કે વિશ્વનાથ જાની અને પ્રેમાનંદના સમયથી ધ્વનિતંત્ર અને રૂપતંત્રની દૃષ્ટિએ તો લગભગ આજની ગુજરાતી ભાષાનું સ્વરૂપ નજરે પડે છે . પછીના સમયમાં અંગ્રેજી ભાષાના સંપર્કને કારણે ગુજરાતી ભાષાના શબ્દભંડોળનો ઘણીબધો વિકાસ થયો છે અને ઘણા નવા રૂઢિપ્રયોગો અને નવી વાક્યરચનાઓ પણ ગુજરાતીમાં પ્રવેશ્યાં છે . નર્મદ , ગોવર્ધનરામ ,  નાનાલાલ , બલવંતરાય , ગાંધીજી આદિને હાથે ગુજરાત ની ભાષાની ઘણી નિગૂઢ શક્તિઓ પ્રગટ થઈ છે એ રીતે એ ગુજરાતી ભાષાનું | એક નોંધપાત્ર સ્થિત્યંતર કે વિકાસસોપાન છે . આમ છતાં ,ઉચ્ચારણ અને વ્યાકરણ જેવા ઘટકોમાં કોઈ મોટું કે પાયાનું પરિવર્તન ન થયું હોવાથી . પ્રેમાનંદકાળથી આજ સુધીની ભાષાને એક ભૂમિકાની ગણીએ અને અંગ્રેજી સંપર્ક પછીના ભાષાવિકાસને પેટાતબક્કામાં મૂકીએ તો ચાલે . એટલે સત્તરમી સદીના ઉત્તરાર્ધથી આજ સુધીની તે ગુજરાતીની ત્રીજી ભૂમિકા કે અર્વાચીન ગુજરાતી . 

: ૨ : આ ત્રીજી ભૂમિકામાં પણ કેટલાંક વિશિષ્ટ ભાષાલક્ષણો બતાવી શકાય :

                  ધ્વનિવિકાસની દૃષ્ટિએ , ( ૧ ) સૌથી ધ્યાન ખેંચતું લક્ષણ તે અંત્ય તથા અમુક પરિસ્થિતિઓમાં મધ્યવર્તી ' અનો લોપ છે : જેમકે , ૨ મત'નું ' રમતું , “ બોલતો'નું ' બોતો ' , ' અમદાવાદનું ' અમ્દાવાદ્ , ' અંગરખું'નું ' અંગખું ' , કરવત'નું ' કવતું વગેરે .

               ( ૨ ) ‘ હ ' ‘ હિ ’ કે ‘ હુનો હે ’ કે ‘ હે ' થાય છે . જેમકે , “ રહંટ'નું “ રહેંટ ’ બહિરઉંનું બહેરું , ‘ શહર'નું ‘ શહેર ' , ( प्रहर> ) “ પહરું’નું “ પૉર ’ , ‘ પહુલઉંનું ‘ પૉળું ” વગેરે . રૂપવિકાસની દૃષ્ટિએ , ( ૧ ) બહુવચનનો ‘ ઓ ’ પ્રત્યય પ્રચારમાં આવે છે .

             ( ૨ ) `વિધ્યર્થ + માં + આવ'વાળી કમણિની રચના થવા લાગે છે . જેમકે ‘ લખવામાં આવ્યું ' વગેરે . 

   

             શબ્દભંડોળની દૃષ્ટિએ , ( ૧ ) ઓગણીસમી સદીથી અંગ્રેજી શબ્દો વપરાતા થયા અને એનું ભરણું વધતું ચાલે છે , તે ઉપરાંત અંગ્રેજીના સીધા અનુવાદરૂપ ‘ પગલાં લેવાં ' જેવા ઘણા રૂઢિપ્રયોગો પણ ગુજરાતી ભાષામાં દાખલ થાય છે .