જરૂરી તો નથી......

 

પૃથ્વી પરના બધાજ વૃક્ષ ફળ આપે એ જરૂરી તો નથી,
ક્યારેક, ફળ ન આપતા વૃક્ષ પણ ફળ આપે એમ પણ બને.

જ્યાં જવાની તમન્ના છે ત્યાં જ પહોંચીએ એ જરૂરી તો નથી,
ક્યારેક, જ્યાં ઈચ્છા ન હોય ત્યાજ પહોંચીએ એમ પણ બને.

બધા જ પક્ષી ચણ માટે જ ઉડતા હોય એ જરૂરી તો નથી,
ક્યારેક, પોતાની મોજ માટે જ ઉડતા હોય  એમ પણ બને.

ખેતરના બધા જ છોડ સરખા જ હોય એ જરૂરી તો નથી,
ક્યારેક, તેમાંનો એક છોડ બધાથી દેખાવડો હોય એમ પણ બને.

ઇશ્વર પાસે કરેલી બધી જ પ્રાથનાનો સ્વીકાર થાય એ જરૂરી તો નથી,
ક્યારેક, દિલથી કરેલી પ્રાર્થનાનો જ સ્વીકાર થાય એમ પણ બને.

જેને તમે પ્રેમ કરો એ પણ તમને પ્રેમ કરે એ જરૂરી તો નથી,
ક્યારેક, અજાણ વ્યક્તિ જ તમને પ્રેમ કરે એમ પણ બને.

આકાશ પર દેખાતા બધા જ વાદળ વરસે એ જરૂરી તો નથી,
ક્યારેક, મોરના ટહુકાથી જ વરસાદ વરસે એમ પણ બને.

                - Nits Gohil