ગોવર્ધનરામ ત્રિપાઠી , govardhanram Tripathi
ગોવર્ધનરામ ત્રિપાઠી
જન્મની વિગત : ૨૦ ઓક્ટોબર , ૧૮૫૫ નડીઆદ , ખેડા જિલ્લો , ગુજરાત ભારત .
મૃત્યુ : ૪ જાન્યુઆરી , ૧૯૦૭ મુંબઇ
શિક્ષણ : બી.એ.
જીસાથી : હરિલક્ષ્મી
જન્મ ઉછેર અને કેળવણી
ગોવર્ધનરામનો જન્મ તા. 30 -10 - 1855 બે દિવસે નડિયાદમાં થયો . ઉછેર મુખ્યત્વે મુંબઈમાં થયો હતો. પાંચમા વર્ષે તેમણે મુંબઈની બુદ્ધિવર્ધક સભાસંચાલિત શાળામાં અભ્યાસ શરૂ કર્યો હતો. ૧૮૬૫ માં પ્રાથમિક શિક્ષણ પુરું કરીને નડિયાદની અંગ્રેજી શાળામાં દાખલ થયા. ત્રણ વર્ષ પછી મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં તે અભ્યાસ ચાલુ રહ્યો. ૧૮૭૧ માં મેટ્રિક પાસ થઈને ૧૮૭૫ માં તેઓ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ પાસ થયા.પીટરસન વર્ડ્ઝવર્થ અને રામકૃષ્ણ ભાંડારકર જેવા સમર્થ અધ્યાપકો પાસે અભ્યાસ કરવાની તેમને તક મળી હતી.
એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં હતા ત્યારે તેમણે વૉશિંગ્ટન અવિંગની ‘ સ્કેપબૂક ' , ‘ ગુલીવર્સ ટ્રાવેલ્સ ' , મિલ્ટનનું “ પેરેડાઈઝ લોસ્ટ ' , ટોમ્સનકૃત “ સીઝન્સ ’ , ગોલ્ડસ્મિથનું ‘ વિકાર ઑફ વેકફિલ્ડ ' , જહોનસનનો “ રાસેલાસ ’ , ‘ રોબિનસન ક્રુઝો ’ વગેરે શિષ્ટા સાહિત્યના ગ્રંથોનો અભ્યાસ કરેલો . રોમ , ગ્રીસ , ઇંગ્લેન્ડ અને હિન્દુસ્તાન એ ચાર દેશના ઇતિહાસ શીખવવામાં આવતા . ગુજરાતી વિષય ફરજિયાત હતો . સંસ્કૃત અને ફારસીને ગોવર્ધનરામના વખતમાં મેટ્રિક્યુલેશનના શિક્ષણક્રમમાં પ્રથમપહેલા દાખલ કરેલા . કોલેજમાં મિલ્ટનની લાઈ q ઝ ઑફ ધી પોએટ્સ ' , સર વૉલ્ટર સ્કોટની ‘ ટેલિસ્માત ’ , ‘ પેરેડાઈઝ લોસ્ટ ' ભા . પ -૬ , બેકનનું ‘ એડવાન્સમેન્ટ ઑફ લર્નિંગ ' , ઍડિસનના ‘ એસેઝ ’ , સ્પેન્સરનું ‘ ફેરી ક્વીન ' અને શેક્સપિયરનાં નાટકો એટલા અંગ્રેજી સાહિત્યના અને નાગાનંદ ’ , ‘ ભર્તુહરિશતક ' , ' હિતોપદેશ ' , ‘ શાકુન્તલ ' , ઉત્ત ૨૨ામચરિત ' , ‘ માલતીમાધવ ' , ' રામાયણ ' વગેરે સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કરવાનો હતો . બી.એ.ના ઐચ્છિક વિષય તરીકે ઇતિહાસ , અર્થશાસ્ત્ર , ન્યાય અને નીતિશાસ્ત્ર તેમણે પસંદ કર્યા હતા . ગણિતનો વિષય બી.એ.માં ફરજિયાત ભણવાનો હતો . આ વિગતો ઉપરથી તેમનો જ્ઞાનકોશ કેવો સમૃદ્ધ થતો જતો હતો તેનો ખ્યાલ આવે તેમ છે . વળી , કોલેજકાળ દરમ્યાન લેવાતી બહારના વાચનની પરીક્ષામાં તે હમેશાં આગળ રહેતા . એ અરસામાં યુનિવર્સિટી શિક્ષણની ક્ષિતિજો ' , ‘ આ વિશ્વનો કોઈ કર્તા છે ? મુંબઈ ઇલાકામાં હિન્દુસમાજની સ્થિતિ ' જેવા વિષયો પર અંગ્રેજીમાં ભાષણો આપીને પોતાની પર્યેષણપ્રધાન પ્રકૃતિ તેમણે બતાવી આપી હતી.
સંકલ્પ અને કસોટી
કૉલેજમાં જવાનું આવ્યું ત્યારે કાકા મનઃસુખરામે ગોવર્ધનરામને ઇન્ડિયન સિવિલ સર્વિસ માટે વિલાયત મોકલવાની ઇચ્છા બતાવી . સોળ વર્ષના ગોવર્ધનરામે વિલાયત જવાથી વટલાવાશે એ ધાસ્તીથી નહિ , પણ ‘ મહારે સ્વતંત્ર ધંધો કરવો છે , કોઈની નોકરી કરવી નથી ' , એવો દઢ નિર્ધાર કર્યો હતો . તે પાળવાના હેતુથી , તેની ના પાડી હતી . બી.એ. થયા પછી તરત જ તેમણે ત્રણ સંકલ્પ કર્યા હતા : ( ૧ ) એલએલ.બી.ની પરીક્ષા પાસ કરીને મુંબઈમાં વકીલાતનો સ્વતંત્ર ધંધો માંડવો ; ( ૨ ) કદી કોઈની નોકરી કરવી નહિ ; ( ૩ ) લગભગ ચાળીસમે વર્ષે ધંધામાંથી નિવૃત્ત થઈને બાકીની જિંદગી સાહિત્યની સેવામાં અને સાહિત્ય દ્વારા જનસેવામાં ગુજારવી . આ ત્રણ સંકલ્પો તેમના ‘ જીવનની ખરી કૂંચી ’ હતા .
સંકલ્પની કસોટી તરત જ થઈ બી.એ. થયા પછી તરત તેમના પિતાની ‘ શ્રીકૃષ્ણ વાસુદેવ ' નામની ધીરધારની પેઢી તૂટી . બીજી એલએલ.બી.માં માંદગીને કારણે વારંવાર નિષ્ફળતા મળતી હતી . તેમને મગજનો તાવ લાગુ પડ્યો હતો . બીજી બાજુ કુટુંબના નિર્વાહનો બોજો આવી પડ્યો હતો . તેથી નાછૂટકે ૧૮૭૯ માં ભાવનગર રાજ્યના દીવાન શામળદાસ ના સેક્રેટરી તરીકેની નોકરી સ્વીકારેલી. એલ.એલ.બી.ની પરીક્ષા છેક ૧૮૮૩માં પસાર કરી. તે પછી ભાવનગર છોડ્યો અને મુંબઈમાં વકીલાત શરૂ કરી.
સાહિત્ય સર્જન
• સ્નેહમુદ્રા
• સરસ્વતીચંદ્ર ભાગ - ૧ , ૨ , ૩ અને ૪ ( ૧૮૮૭ , ૧૮૯૨ , ૧૮૯૮ ૧૯૦૧ ) o લી
•જીવનકલા નવલરામનું કવિ જીવન
• દયારામનો અક્ષરદેહ
• સમલોચક
• સદાવસ્તુ વિચાર o
• ગુજરાતની કવિતાઓ
• સ્કેપ બુક ભાગ ૧ , ૨ , અને ૩
Post a Comment