ચાલ જીવી લઈએ.....

             

ચાલ , જીવન મળ્યું છે તો જીવી લઈએ, 
ચિંતાની ગાંઠને બાજુમાં મૂકતા શીખીએ

કાલે શું થવાનું કોઈને શી ખબર ?
ચાલ , હરપળમાં ખુશ રહેતા શીખી લઈએ

જ્યારે સારા પળો આપણને મળ્યા છે તો,
ચાલ , દરેક પળને ખુશીથી માણતા શીખી લઈએ

એકબીજાને માફ કરતા થઈએ,
ચાલ ,થોડું નમતા શીખી લઈએ

વીતેલી પળો પછી નહિ મળે ,
ચાલ , થોડું સારું જીવન જીવતા શીખી લઈએ