હૃદયની ભાવના

                            


                             હૃદયની ભાવના

                           હું કરું વાત તારા રૂપની:
રૂપની નહિ પણ આંતર રૂપની;

હા! છે વધારે તું સુંદર રૂપથી:
એથીયે સુંદર છે તું હૃદયથી;

તું ખૂબ હોશિયાર છે,ચિત્રકલામાં:
એથીયે ઉત્તમ છે, તું જીવનકલામાં;

હા! ગુચવાય જાવ છું ક્યારેક તારી વાતોમાં:
પણ તારી ગુચવણી, વધારે મીઠી લાગે છે;

તારા હદયમાં રહેલી ભાવના શોધતો હું રહું છું:
ત્યાં તારા નયનોમાં રહેલ તેજ મને ચમકાવે છે;

તારા નયનોમાં રહેલ દૃષ્ટિ છે ઘાતકી:
તે કરે છે ઘાયલ, મારા હૈયાને ;

મૂર્શિત થયેલા વૃક્ષને હોય છે, પ્યાસ વર્ષાની:
ઇન્તજાર છે મને પણ મારા પ્રીતની;

છે ઇબાદત, એક મારી ખુદાસે:
તને રાખે સદેવ, બાગમાં ખીલેલા ગુલાબ સમી;