નર્મદાશંકર દવે, Narmdashankar dave
નર્મદાશંકર દવે
નામ - નર્મદાશંકર દવે
જન્મ - 24 ઓગષ્ટ – 1833 , સુરત
અવસાન - 25 ફેબ્રુઆરી – 1886, સુરત
માતા – નવદુર્ગા ;
પિતા – લાલશંકર (મુંબાઇમાં લહિયાનો વ્યવસાય )
પત્ની – પ્રથમ – ગૌરી ( 1844, 11 વર્ષની વયે !, 1853 માં અવસાન પામ્યા ) ; બીજું લગ્ન ડાહીગૌરી સાથે (1856) ; ત્રીજું લગ્ન – વિધવા સ્ત્રી નર્મદાગૌરી સાથે (1869)
અભ્યાસ
- સુરત અને મુંબાઇ
- 1850 એલ્ફિંસ્ટન ઇન્સ્ટિટ્યુટ, મુંબાઇમાંથી અભ્યાસ અધૂરો મૂક્યો.
વ્યવસાય
- 1858 સુધી શિક્ષણ
- 1864- ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું.
જીવનઝરમર
- 1838 – પાંચ વર્ષની વયે ભુલેશ્વરની ગામઠી શાળામાં શિક્ષણની શરુઆત
- 1843-44– સુરતમાં દુર્ગારામ મહેતાજી ની શાળામાં અભ્યાસ
- 1845 – મુંબાઇમાં અભ્યાસ
- 1850– કોલેજમાં ‘બુધ્ધિવર્ધક સભા’ ની સ્થાપના, તેમાં આપેલા વ્યાખ્યાન ‘ મંડળીઓમાં જવાથી થતા લાભ ‘ ઉપરથી પહેલો લેખ લખવા પ્રેરણા મળી. કદાચ આ ગુજરાતી સાહિત્યનો પ્રથમ લેખ હતો !
- 1856 – અભ્યાસ અધૂરો મૂકીને શિક્ષણ વ્યવસાય
- પ્રથમ કાવ્ય -આત્મબોધ
- તે વખતના બહુ ખ્યાતનામ કવિ દલપતરામ સાથેની સ્પર્ધામાં જૂદો ચાલ પાડવા નવા ઢબની કવિતાઓ લખવી શરુ કરી.
- 1858 – 23મી નવેમ્બરે પચીસ વર્ષની ઉમ્મરે નોકરીમાંથી રાજીનામું અને પૂર્ણ રીતે સરસ્વતીની સેવામાં આત્મસમર્પણ” મેં ઘેર આવી આંખમાં ઝળઝળીયા સાથે તેને અરજ કરી કે હવે હું તારે ખોળે છું.” – ગુજરાતી સાહિત્યને એક મહાન ઘટના
- 1860 – વૈષ્ણવ મહારાજ જદુનાથ સાથે વાદ વિવાદ , જ્ઞાતિ તરફથી બહિષ્કાર
- 1865 – આર્થિક કટોકટી , મુંબાઇ છોડી સુરતમાં નિવાસ
- 1860 -66 ઉચ્છેદક સુધારાનો નાયક , યુગપુરુષ તરીકેના નર્મદના જીવનનો સુવર્ણ કાળ, ઘણી પશ્ચિમી રીતરસમ અપનાવી
- 1864– ‘ડાંડિયો’ પાક્ષિક શરુ કર્યું
- 1865- 75 માનસ પરિવર્તન અને સુધારાવાદી વલણ ત્યજી સંરક્ષક સુધારાનો પ્રણેતા
- 1875- 85 આર્યત્વનો ઉપાસક અને ઉપદેશક
- 1876– મુંબાઇમાં આર્થિક સંકટ નીવારવા નાટકો લખવાનો નિષ્ફળ પ્રયાસ
- 1886 – તીવ્ર આર્થિક સંકટના કારણે નોકરી ન કરવાની પ્રતિજ્ઞા તોડવી પડી અને મુંબાઇમાં ધર્માદા ખાતામાં નોકરીમાં જોડાયા , પણ આઘાત ન જીરવાતાં તરત સંધિવા થી મૃત્યુ
- સંસ્કૃત સાહિત્ય અને નરસિંહ મહેતા થી લ ઇ દયારામ સુધીના ગુજરાતી સાહિત્યનો ઊંડો અભ્યાસ, તેના આધારે ગુજરાતીના પ્રથમ વ્યાકરણ અંગેના ગ્રંથો લખ્યા.
- ગુજરાતીના પહેલા – ગદ્યકાર, શબ્દકોશકાર, ચરિત્રકાર
- નવી શૈલીના કવિ
- સમાજ સુધારક
- ‘ જય જય ગરવી ગુજરાત’ ના સર્જક કવિ
કૃતિઓ
- નિબંધ – નર્મગદ્ય
- કવિતા – નર્મકવિતા- આઠ ભાગ
- કોશ – નર્મકથાકોશ
- વ્યાકરણ – અલંકાર પ્રવેશ , રસ પ્રવેશ, પિંગળ પ્રવેશ
- આત્મકથા – મારી હકીકત
સાભાર
- ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના; ‘નર્મદ’ – વેબસાઇટ; ગુજરાત સમાચાર
વધુ વાંચો
Post a Comment