પ્રહલાદ પારેખ, Prahalad parekh

                            પ્રહલાદ પારેખ


જન્મઃ ૧૨/૧૦/૧૯૧૨

જન્મસ્થળઃ ભાવનગર

 પિતાઃ જેઠાલાલ પારેખ

માતાઃ મેનાલક્ષ્મી ગોપાળજી પારેખ

દાદાઃ દુર્લભજી પારેખ

પત્ની રંજનબેન

સંતાનઃ પાંચ ( ચારપુત્રીઓ અને એક પુત્ર )

(રક્ષા/ ઉમા / હેમાંગિની / ભકિત / અજય)

અભ્યાસઃ દક્ષિણામૂર્તિ/ગુજરાત વિદ્યાપીઠ/ શાંતિનિકેતન માંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું.

વ્યવસાય -મુંબઇમાં શિક્ષક તરીકે જોડાયા.

વિશેષતાઃ સૌંદર્યરાભિમુખ કવિતા રચનાર સૌપ્રથમ ગુજરાતી કવિ.

કૃતિઓઃ

કવિતાસંગહઃ બારીબહાર //સરવણી

કાવ્યસંગ્રહઃ તનમનિયાં //

ગદ્યકથા – ગુલાબ અને શિવલી //કરુણમંગલ//

બાળવાર્તા – રાજકુમારની શોધમાં // કરુનાનો સ્વર//

અન્યગ્રંથઃ જ્ઞાન ગંગોતરી ગ્રંથશ્રેણી ૧થી ૧૦ ///એજન //અજાણીનું અંતર //

ગ્રંથકથા– રૂપેરી સરોવરને કિનારે //

                        પ્રખ્યાત કાવ્યઃ (૧) ‘એકલું ’

નભમાં ઊગે છે નવલખ તારલા, અગણિત સિંધુ તરંગ;
ડાળે ડાળે વનમાં ફૂલડાં, માળે ગાયે વિહંગ;
શાને રે લાગે તોયે એકલું !

સ્મૃતિ રે અંતર મારે લાખ છે, આશા કેરો ન પર,
પડે રે હૈયું જ્યારે એકલું ત્યારે સંગ દેનાર;
તોયે રે લાગે આજે એકલું !

ઊભી રે ધરણી મારી પાસમાં, ઉપર આભ અપાર;
વાયુ રે નિત્યે વીંટી રે’ મને, આખું વિશ્વ વિરાટ;
નાના રે હૈયાને લાગે એકલું !

કોઈ રે આવી કોઈ વહી ગયું, મારે અંતરને દ્વાર;
કોઈ રે ગઈ મૂંગું રહી ગયું, છાયો ઉરમાં સૂનકાર:
એવું રે લાગે આજે એકલું !

                       (૨)  આપણે ભરોસે

આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ….

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાન ને
આપણે જ હાથે સંભાળીએ.

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર ?
એનો કરવૈયો કો’ આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ !

 

                               અવસાનઃ ૨ / ૧ / ૧૯૬૨

                  (હૃદયરોગ હુમલાથી મુંબઇ કાંદીવાલી ખાતે)